રવિવાર, ૮ નવેમ્બર| આસો વદ ૧૪| સૂર્યોદય સવારે ૬:૫૧ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૯ ગુજરાતી English
← સમગ્ર ભક્તિ
ભક્તિ · ૬ + ૫ કડી

આરતી અને મંગળ દીવો

ડ્રાફ્ટ: આ પાઠની સંઘ સાથે ચકાસણી ચાલુ છે. કોઈ ભૂલ જણાય તો સંઘ કાર્યાલયને જણાવશો.

આરતી

જય જય આરતી આદિ જિણંદા, નાભિરાયા મરુદેવીકો નંદા. જય૦
॥ ૧ ॥
પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લાહો લીજે. જય૦
॥ ૨ ॥
દૂસરી આરતી દીનદયાળા, ધૂળેવા મંડપમાં જગ અજવાળા. જય૦
॥ ૩ ॥
તીસરી આરતી ત્રિભુવન દેવા, સુર નર ઇન્દ્ર કરે તોરી સેવા. જય૦
॥ ૪ ॥
ચોથી આરતી ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જય૦
॥ ૫ ॥
પંચમી આરતી પુણ્ય ઉપાયા, મૂળચંદે ઋષભ ગુણ ગાયા. જય૦
॥ ૬ ॥

મંગળ દીવો

દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચિરંજીવો. દીવો૦
॥ ૭ ॥
સોહામણું ઘેર પર્વ દીવાળી, અંબર ખેલે અમરાબાળી. દીવો૦
॥ ૮ ॥
દીપાળ ભણે એણે કુળ અજવાળી, ભાવે ભગતે વિઘન નિવારી. દીવો૦
॥ ૯ ॥
દીપાળ ભણે એણે એ કલિકાળે, આરતી ઉતારી રાજા કુમારપાળે. દીવો૦
॥ ૧૦ ॥
અમ ઘેર મંગલિક, તુમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. દીવો૦
॥ ૧૧ ॥