સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૪ ગાથા

ચપટી ભરી ચોખા ને

ટેક

ચપટી ભરી ચોખા ને… ઘી નો છે દીવડો શ્રીફળની જોડ લઈને રે હાલો.. હાલો પાલીતાણા જાઈએ રે.
પાલીતાણા તીર્થે આદિનાથ શોભતા મુખડું પૂનમ કેરો ચંદ રે હાલો હાલોને…
॥ ૧ ॥
પાલીતાણા તીર્થના ઊંચારે શિખરો જોઈને મન હરખાય રે હાલો હાલોને…
॥ ૨ ॥
દાદા ના ચોકમાં નાચે પારેવડા મોરલા કરે ટહુકાર રે હાલો હાલોને…
॥ ૩ ॥
દાદાની યાત્રા કરી હૈયું હરખાય છે સેવકનો કરો ઉદ્ધાર રે હાલો હાલોને…
॥ ૪ ॥