Sun, 8 Nov 2026| આસો વદ ૧૪| Sunrise 6:51 AM Navkarshi 7:40 AM Sunset 5:59 PM ગુજરાતી English
← All Vidhi
Bhakti · Diwali vidhi

ચોપડા પૂજન

Chopda Pujan

Done on Diwali (Aso Vad Amas) in a good Chogadiya (Labh, Amrut or Shubh). Follow your own Sangh's or guru's muhurat and vidhi where it differs.

Draft: this text is being checked with the Sangh. If you see a mistake, please tell the Sangh office.

Diwali this year Mon, 9 Nov 2026 આસો વદ ૧૫
Good Chogadiya at Kalri that day
  • Amrut 6:52 AM – 8:15 AM
  • Shubh 9:39 AM – 11:02 AM
  • Labh 3:12 PM – 4:35 PM
  • Amrut 4:35 PM – 5:59 PM
  • Labh 10:49 PM – 12:26 AM · night
  • Shubh 2:02 AM – 3:39 AM · night
  • Amrut 3:39 AM – 5:16 AM · night
All Chogadiya of the day ›

સામગ્રીSamagri

બાજોઠ અને તેના પર પાથરવા નવું લાલ કે પીળું વસ્ત્ર નવા ચોપડા, નવી કલમ (પેન) અને ખડિયો કંકુ, કેસર, અક્ષત (આખા ચોખા), સોપારી, શ્રીફળ ફળ, નૈવેદ્ય (મીઠાઈ), ફૂલ અને ફૂલની માળા ધૂપ, ઘીનો દીવો, થાળી, કળશમાં શુદ્ધ જળ રૂપાનાણું કે સિક્કા, નાડાછડી, નવકારવાળી

વિધિVidhi

૧. સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી, દુકાન કે ઘરમાં ઈશાન કે પૂર્વ દિશામાં બાજોઠ મૂકી તેના પર નવું વસ્ત્ર પાથરવું.
૨. બાજોઠ પર નવા ચોપડા, કલમ, ખડિયો અને સિક્કા મૂકવા; સામે ઘીનો દીવો અને ધૂપ કરવો.
૩. પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખી બેસી ત્રણ નવકાર ગણી મંગલાચરણ કરવું.
૪. ચોપડાના પહેલા પાને કંકુ-કેસરથી સાથિયો કરવો અને નીચે આપેલું લખાણ લખવું.
૫. કંકુ-અક્ષતથી ચોપડા, કલમ અને ખડિયાનું પૂજન કરવું; નાડાછડી બાંધવી, ફૂલ ચડાવવાં.
૬. ઉવસગ્ગહરં સ્તોત્ર અને શ્રી ગૌતમસ્વામીનો મંત્ર ગણવો.
૭. શ્રીફળ, ફળ અને નૈવેદ્ય ધરાવવાં; સાથિયા પર સોપારી અને સિક્કો મૂકવો.
૮. આરતી અને મંગળ દીવો કરવો, અને સર્વના મંગલ માટે પ્રાર્થના કરવી.
૯. શુભ ચોઘડિયે નવા ચોપડામાં પ્રથમ નોંધ લખી ખાતાં શરૂ કરવાં.

ચોપડામાં લખવાનુંWhat to write in the chopda

On the first page, below the sathiyo, with kanku or kesar.

શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી
શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હોજો શ્રી કેસરિયાજીના ભંડાર ભરપૂર હોજો શ્રી અભયકુમારની બુદ્ધિ હોજો શ્રી ભરત ચક્રવર્તીની ઋદ્ધિ હોજો શ્રી બાહુબલીનું બળ હોજો શ્રી કયવન્ના શેઠનું સૌભાગ્ય હોજો શ્રી ધન્ના-શાલિભદ્રની ઋદ્ધિ-સિદ્ધિ હોજો
વિક્રમ સંવત, તિથિ, વાર અને તારીખ "શુભ મુહૂર્તે શ્રી ચોપડા પૂજન" અને પેઢી કે કુટુંબનું નામ

જાપJaap

ૐ હ્રીં શ્રી ગૌતમસ્વામિને નમઃ
ૐ હ્રીં શ્રી સરસ્વત્યૈ નમઃ

દિવાળીની રાતની આરાધનાDiwali night aradhana

Bhagwan Mahavir attained nirvan on Diwali night, and Gautam Swami kevalgyan at dawn on Besta varas. Each jaap is counted in 20 navkarwali.

દિવાળીની રાતે પહેલા પહોરે: શ્રી મહાવીરસ્વામી સર્વજ્ઞાય નમઃ
દિવાળીની રાતે પાછલા પહોરે: શ્રી મહાવીરસ્વામી પારંગતાય નમઃ
બેસતા વર્ષની સવારે: શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમઃ