સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૩ ગાથા

એક ઘડી પ્રભુ ઉર એકાંતે

ટેક

એક ઘડી પ્રભુ ઉર એકાંતે આવીને સ્નેહે મળે સોના માં સુગંધ ભળે… (૨ વાર)
ખોયું હોય જીવન માં જે જે પાછું આવી મળે (૨ વાર) જ્યાં જ્યાં હાર થઇ જીવન માં (૨ વાર) ત્યાં ત્યાં જીત મળે સોના માં સુગંધ ભળે (૨ વાર)
॥ ૧ ॥
ના કાંઈ લેવું ના કાંઈ દેવું ચિંતા એની ટળે (૨ વાર) ના હોય મૃત્યુ ના હોય જીવન (૨ વાર) ફેરા જગત ના ટળે સોના માં સુગંધ ભળે (૨ વાર)
॥ ૨ ॥
કર્મ કીધાં હોય જે જીવનમાં સઘળા સાથે બળે (૨ વાર) કરુણા સાગર વીર પ્રભુ નો (૨ વાર) સાચો સબંધ મળે સોના માં સુગંધ ભળે (૨ વાર)
॥ ૩ ॥