સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૪ ગાથા

એક જન્મ્યો રાજદુલારો

ટેક

એક જન્મ્યો રાજદુલારો દુનિયાનો તારણહારો (૨ વાર) વર્ધમાન નું નામ ધરી ને પ્રગટ્યો તેજ સિતારો એક જન્મ્યો… (૨ વાર)
પૃથ્વી પરથી અંધકાર ના વાદળ જાણે વિખરાયા (૨ વાર) ગાયે ઉમંગે ગીત અપ્સરા દેવોના મન હરખાયા (૨ વાર) નારકીના જીવોએ નીરખ્યો (૨ વાર) તેજ તણો ઝબકારો રે, એક જન્મ્યો…
॥ ૧ ॥
ધાન વધ્યાં ધરતી ના પેટે, નીર વધ્યાં સરવરિયા ના (૨ વાર) ચંદ્ર સુરજ ના તેજ વધ્યાં ને સંપ વધ્યાં સૌ માનવના (૨ વાર) દુ:ખ ના દિવસો દુર ગયા ને (૨ વાર) આવ્યો સુખ નો વારો રે, એક જન્મ્યો…
॥ ૨ ॥
રંક જનોના દિલ માં પ્રસર્યું આશ ભરેલું અજવાળું (૨ વાર) બેલી આવ્યો દિન દુખિયા નો રહેશે ના કોઈ નોધારું (૨ વાર) ભીડ જગત ની ભાંગે એવો સૌનો પાલનહારો રે, એક જન્મ્યો…
॥ ૩ ॥
વાગે છે શરણાઈ ખુશી ની, સિદ્ધાંરથ ના આંગણિયે (૨ વાર) હેતે હીંચોળે ત્રિશલા રાણી બાળકુંવર ને પારણીયે (૨ વાર) પ્રજા બની આનંદે ઘેલી, (૨ વાર) ઘર-ઘર ઉત્સવ પ્યારો રે, એક જન્મ્યો…
॥ ૪ ॥
વર્ધમાન નું નામ ધરી ને પ્રગટ્યો તેજ સિતારો એક જન્મ્યો… (૨ વાર)