સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૬ ગાથા

હે શંખેશ્વર સ્વામી

હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતર્યામી (૨ વાર) તમને વંદન કરીયે (૨ વાર), શિવસુખના સ્વામી હે શંખેશ્વર…
॥ ૧ ॥
મારો નિશ્ચય એક જ સ્વામી, બનું તમારો દાસ (૨ વાર) તારા નામે ચાલે (૨ વાર), મારો શ્વાસોશ્વાસ હે શંખેશ્વર…
॥ ૨ ॥
દુઃખ સંકટને કાપો-સ્વામી, વાંછિત ને આપો (૨ વાર) પાપ અમારા હરજો (૨ વાર), શિવસુખ ને દેજો હે શંખેશ્વર…
॥ ૩ ॥
નિશદિન હું માંગુ છું સ્વામી, તુમ ચરને રહેવા (૨ વાર) ધ્યાન તમારુ ધ્યાવું (૨ વાર), સ્વીકારજો સેવા હે શંખેશ્વર…
॥ ૪ ॥
રાત-દિવસ ઝંખું છુ સ્વામી, તમને મળવાને (૨ વાર) આતમ અનુભવ માંગુ (૨ વાર), ભવ દુઃખ ટળવાને હે શંખેશ્વર…
॥ ૫ ॥
કરુણાના છો સાગર સ્વામી, કૃપા તણા ભંડાર (૨ વાર) ત્રિભુવનના છો નાયક (૨ વાર), જગના તારણ હાર હે શંખેશ્વર…
॥ ૬ ॥