સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૩ ગાથા

ઝગમગતા તારલાનું દેરાસર

ટેક

ઝગમગતા તારલાનું દેરાસર હોજો, એમાં મારા પ્રભુજી ની પ્રતિમા હોજો, સુંદર સોહામણાનું દેરાસર હોજો ઝગમગતા…
અમે અમારાં પ્રભુજીને ફૂલો થી સજાવીશું, ફૂલો ના મળે તો અમે કળીઓથી સજાવીશું, કળીઓ થી સુંદર ડમરો હોશે.. એમાં મારા.. ઝગમગતા…
॥ ૧ ॥
અમે અમારાં પ્રભુજી ને સોનાથી સજાવીશું, સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું, રૂપા થી સુંદર હિરલા હોશે.. એમાં મારા.. ઝગમગતા…
॥ ૨ ॥
અમે અમારા પ્રભુજીને મંદિર માં પધરાવીશું, મંદિર પધરાવી.. અમે હૃદયમાં પધરાવીશું, હૃદય સિંહાસન બેસણા હોજો.. એમાં મારા.. ઝગમગતા…
॥ ૩ ॥