સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૨ ગાથા

ઝનન ઝનન ઝનકારો

ટેક

ઝનન ઝનન ઝનકારો રે બોલે આતમનો એક તારો રે હવે પ્રભુજી પાર ઉતારો (૨ વાર)
તારલિયાના તોટા નથી પણ, સૂરજ ચંદા એક છે (૨ વાર) દેવ અનેરા દુનિયામાં પણ, મારે મન તું એક છે (૨ વાર) છનન છનન છનકારો રે તારા મુખડાનો મલકારો રે હવે પ્રભુજી…
॥ ૧ ॥
તું છે માતા તું છે પિતા, તું છે જગનો દીવો (૨ વાર) ત્રિશલાના નાનકડા નંદન, જગ માં જગ જગ જીવો (૨ વાર) છનન છનન છનકારો રે મુજ પ્રાણ થકી તું પ્યારો રે હવે પ્રભુજી…
॥ ૨ ॥