સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૫ ગાથા

જય જય ગરવો ગીરનાર

ટેક

નેમ પ્રભુ ના પાવન પગલે થયો ધન્ય પેલો ગીરનાર જય ગીરનાર, જય ગીરનાર, જય જય ગરવો ગીરનાર… જય જય ગરવો ગીરનાર, જય જય ગરવો ગીરનાર નેમનાથ ગીરી શણગાર, જય જય ગરવો ગીરનાર…
પંચમ શિખર શત્રુંજય-તણું, એ સિદ્ધગીરી છે ધામ, કૈલાસ – ઉજ્જ્યંત – રૈવત- નંદભદ્ર, સ્વર્ણગીરી ગીરનાર, નમો કર્ણ વિહર પ્રાસાદ, જય જય ગરવો ગીરનાર… (૨)
॥ ૧ ॥
જ્યાં શોભે અંબિકામાં, શાસન ને સદા સુખકાર, ભાવે-પ્રણમું શ્રી નેમી જિનેશ્વર, ગીરી ભૂષણ શણગાર, પૃથ્વી ના તિલક સમાન, જય જય ગરવો ગીરનાર… (૨)
॥ ૨ ॥
છે અનંત આત્માઓ તણી, દીક્ષા ભૂમિ ગીરનાર, છે અનંત તીર્થંકરો તણી, કૈવલ્ય ભૂમિ ગીરનાર, ને આવતી ચોવીસી તણી, નિર્વાણ ભૂમિ ગીરનાર, અધ્યાત્મ નગરી ગીરનાર, જય જય ગરવો ગીરનાર… (૨)
॥ ૩ ॥
ચૌદ હજાર નદી ના જ્યાં જળ સમા, આ શીતળ ગજપદ કુંડ, જ્યાં દ્રષ્ટિ અનુભવે ધન્યતા-જોઈ રાજુલ રહનેમી ટૂંક, દીક્ષા કેવળ સહસાવને, નામો સમવસરણ જીન બિંબ, દીપે શિખરો ની માળ, જય જય ગરવો ગીરનાર… (૨) વંદન વંદન વંદન વંદન ગીરનાર તને વંદન…
॥ ૪ ॥
જ્યાં ના કણે કણ માં વસે, મહાપુરુષો ના બલિદાન, ધાર પેથડ સજ્જન ઝાંઝડશા, નામે વહી-આ રક્તધાર, વંદુ હિમાંશુસૂરી, ધર્મ – રક્ષિત, હેમ વલ્લભ મુની રાજ, સૌ ચાલો જઈએ ગીરનાર, જય જય ગરવો ગીરનાર… (૨)
॥ ૫ ॥