સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૪ ગાથા

મારી આંખોમાં પાર્શ્વ પ્રભુ આવજો

ટેક

મારી આંખોમાં પાર્શ્વ પ્રભુ આવજો રે, હું તો પાંપણ ના પુષ્પે વધાવું મારા હૈયાના હાર બની આવજો રે, હું તો પાંપણ ના પુષ્પે વધાવું
તમે વામા દેવી ના છો જાયા, ત્રણ લોક માં આપ છવાયા (૨ વાર) મારા મનના મંદીર માં પધારજો રે (૨ વાર), હું તો પાંપણ ના પુષ્પે વધાવું મારી આંખોમાં…
॥ ૧ ॥
ભવ સાગર છે બહુ ભારી, ઝોલા ખાતી રે નાવડી મારી (૨ વાર) નૈયા ના સુકાની બની આવજો રે (૨ વાર) હું તો પાંપણ ના પુષ્પે વધાવું મારી આંખોમાં…
॥ ૨ ॥
મને મોહ રાજાએ હરાવ્યો, મને મારગ તારો ભુલાવ્યો (૨ વાર) જીવનના સારથી બની આવજો રે (૨ વાર) હું તો પાંપણ ના પુષ્પે વધાવું મારી આંખોમાં…
॥ ૩ ॥
મારા દિલમાં રહ્યા છો આપ, મારા મનમાં ચાલે તારો જાપ (૨ વાર) મારા મનનાં મયુર બની આવજો રે (૨ વાર) હું તો પાંપણ ના પુષ્પે વધાવું મારી આંખોમાં…
॥ ૪ ॥