સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૭ ગાથા

માતા મરૂદેવીના નંદ

માતા મરૂદેવીના નંદ, દેખી તાહરી મૂર્તિ મારૂં મન લોભાણું જી; મારૂં દિલ લોભાણુંજી, માતા…
॥ ૧ ॥
કરુણા નાગર કરુણા-સાગર કાયા કંચનવાન; ધોરીલંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચસે માન. માતા…
॥ ૨ ॥
ત્રિગડે બેસી ધર્મ કહંતા, સુણે પર્ષદા બાર; જોજનગામિની વાણી મીઠી, વરસંતી જલધાર. માતા…
॥ ૩ ॥
ઉર્વશી રૂડી અપચ્છરાને, રામા છે મન રંગ; પાયે નેપુર રણઝણે કાંઈ, કરતી નાટારંભ. માતા…
॥ ૪ ॥
તુંહી બ્રહ્મા તુંહી વિધાતા, તું જગ તારણહાર; તુજ સરીખો નહિ દેવ જગતમાં, અરવડીયા આધાર. માતા…
॥ ૫ ॥
તુંહી ભ્રાતા તુંહી ત્રાતા, તું હી જગતનો દેવ, સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા…
॥ ૬ ॥
શ્રી સિદ્ધાચલ તીરથ કેરો, રાજા ઋષભ જિણંદ. કીર્તિ કરે માણેક મુનિ તાહરી, ટાળો ભવ-ભય-ફંદ. માતા…
॥ ૭ ॥