સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૮ ગાથા

પાર્શ્વ તારા નામ છે હજાર

ટેક

પાર્શ્વ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી રોજ – રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર)
જુદા સવાર ના ને જુદા બપોર ના.. (૨ વાર) સાંઝે તમે દીસો છો જુદા સ્વરૂપ મા પડ્યૂ મારે આજ તારૂ કામ કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર) પાર્શ્વ તારા…
॥ ૧ ॥
ભીલડિયા પાર્શ્વજી ને શેરીસા પાર્શ્વજી.. (૨ વાર) શંખલા પાર્શ્વજી ને ગંભીરા પાર્શ્વજી દર્ભાવતી મા લોઢણ સોહાય કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર) પાર્શ્વ તારા…
॥ ૨ ॥
સ્તંભન પાર્શ્વજી ને શામલિયા પાર્શ્વજી.. (૨ વાર) ચિંતામણી પાર્શ્વજી ને મક્ષી જી પાર્શ્વજી ગોડી જી મુંબઈ સોહાય કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર) પાર્શ્વ તારા…
॥ ૩ ॥
મનમોહન પાર્શ્વજી ને નાકોડા પાર્શ્વજી.. (૨ વાર) પંચાસરા પાર્શ્વજી ને નવખંડા પાર્શ્વજી મહેસાણે મનોરંજન સોહાય કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર) પાર્શ્વ તારા…
॥ ૪ ॥
અમીઝરા પાર્શ્વજી ને સહસ્ત્રફણા પાર્શ્વજી.. (૨ વાર) લોદ્રવા પાર્શ્વજી ને સ્વયંભુ પાર્શ્વજી ઉજ્જૈન મા અવંતિ સોહાય કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર) પાર્શ્વ તારા…
॥ ૫ ॥
ફલૌદી પાર્શ્વજી ને કરેડા પાર્શ્વજી.. (૨ વાર) અજાહરા પાર્શ્વજી ને વરકાણા પાર્શ્વજી ચાણસ્મા મા ભટેવા સોહાય કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર) પાર્શ્વ તારા…
॥ ૬ ॥
ભીડભંજન પાર્શ્વજી ને અમીઝરા પાર્શ્વજી.. (૨ વાર) જીરાવલા પાર્શ્વજી ને અંતરીક્ષ પાર્શ્વજી રાજનગરે મોરૈયા સોહાય કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર) પાર્શ્વ તારા…
॥ ૭ ॥
અરિહંત મંડલ ને સુમતિ આપો.. (૨ વાર) આ ભવ સિંધુ માથી પાર ઉતારો દર્શન વંદે તુજ પાય કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર) પાર્શ્વ તારા…
॥ ૮ ॥