સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૫ ગાથા

રંગાઈ જાને રંગમાં

રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં.. પ્રભુવીર તણા રંગમાં, ગુરુજીતણા સત્સંગમાં તું રંગાઈ જાને રંગમાં…
॥ ૧ ॥
આજે ભજશું કાલે ભજશું, ભજશું મહાવીર નામ, ક્યારે ભજશું મહાવીર નામ જમનું જ્યારે તેડું આવશે, લઈ જશે એના સંગમાં તું રંગાઈ…
॥ ૨ ॥
આજે ભજશું કાલે ભજશું, ભજશું આદિનાથ (૨ વાર) શ્વાસ ખૂટશે.. નાડી તૂટશે, શ્વાસ ખૂટશે.. નાડી તૂટશે, પ્રાણ નહિ રે તારા તનમાં તું રંગાઈ…
॥ ૩ ॥
જીવ જાણતો ઝાઝું જીવશું, મારુ છે આ તમામ, પહેલાં અમર કરી લઉં નામ તેડું આવશે જમનું જાણજે (૨ વાર) જાવું પડશે સંગમાં તું રંગાઈ…
॥ ૪ ॥
ઘડપણ આવશે ત્યારે ભજીશું, પહેલાં ઘરનાં કામ, પછી જાશું તીરથધામ આતમ એક દિન ઉડી જાશે (૨ વાર) તારું શરીર રહેશે પલંગમાં તું રંગાઈ…
॥ ૫ ॥