Sun, 8 Nov 2026| આસો વદ ૧૪| Sunrise 6:51 AM Navkarshi 7:40 AM Sunset 5:59 PM ગુજરાતી English
← All Stotra and Stuti
Bhakti · 25 gathas

રત્નાકર પચ્ચીસી

Ratnakar Pachchisi

The Gujarati verse version (મંદિર છો મુક્તિ તણા), with the same meaning as the Sanskrit original.

પરિચયAbout

Written in Sanskrit by Acharya Shri Ratnakarsuri. It opens in praise of the omniscient Bhagwan (શ્રેયઃ શ્રિયાં મંગલકેલિસદ્મ …) and then, shlok after shlok, the devotee openly admits their faults: anger, pride, attachment, wasted chances at dharma; and asks the Bhagwan for right faith (samyag darshan). It is most often sung in the Gujarati verse version given below.

ક્યારેWhen

In the derasar during darshan or after puja, and especially before pratikraman and on parva days, as an aid to self-reflection.

રત્નાકર પચ્ચીસીRatnakar Pachchisi

મંદિર છો, મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ! ને ઈંદ્ર નર ને દેવતા, સેવા કરે તારી વિભુ! સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું, ઘણું જીવ તું, ભંડાર જ્ઞાન કળા તણા
॥ ૧ ॥
ત્રણ જગતના આધાર ને, અવતાર હે કરુણાતણા, વળી વૈદ્ય હે ! દુર્વાર આ સંસારના દુઃખો તણા. વિતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું; જાણો છતાં પણ કહીં અને, આ હ્રદય હું ખાલી કરું
॥ ૨ ॥
શું બાળકો માં બાપ પાસે બાળક્રીડા નવ કરે? ને મુખમાંથી જેમ આવે, તેમ શું નવ ઉચ્ચરે? તેમજ તમારી પાસ તારક, આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહું, તેમાં કશું ખોટું નથી.
॥ ૩ ॥
મેં દાન તો દિધું નહીં ને, શીયળ પણ પાળ્યું નહિં તપથી દમી કાયા નહિ, શુભભાવ પણ ભાવ્યો નહિ એ ચાર ભેદે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ ! નવ કર્યું મારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું
॥ ૪ ॥
હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડસ્યો મને ગળ્યો માનરુપી અજગરે, હું કેમ કરી ધ્યાવુ તને? મન મારું માયાજાળમાં મોહન ! મહા મુંઝાય છે; ચડી ચાર ચોરો હાથમાં, ચેતન ઘણો ચગદાય છે
॥ ૫ ॥
મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ તેથી કરી સંસારમાં સુખ, અલ્પ પણ પામ્યો નહિ જન્મો અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા
॥ ૬ ॥
અમૃત ઝરે તુજ મુખરુપી, ચંદ્રથી તો પણ પ્રભુ ભીંજાય નહિ મુજ મન અરેરે ! શું કરું હું તો વિભુ પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે મરકટ સમા આ મન થકી, હું તો પ્રભુ હાર્યો હવે
॥ ૭ ॥
ભમતા મહા ભવસાગરે પામ્યો પસાયે આપના જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં તે પણ ગયા પ્રમાદના વશથી પ્રભુ કહું છું ખરું કોની કને કિરતાર આ પોકાર હું જઈને કરું
॥ ૮ ॥
ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યનાં રંગો ધર્યાં ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું સાધુ થયો હું બહારથી દાંભિક અંદરથી રહું
॥ ૯ ॥
મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને ને નેત્રને નિંદિત કર્યા પરનારીમાં લપેટાઈને વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું હે નાથ ! મારું શું થશે ચાલાક થઇ ચૂક્યો ઘણું
॥ ૧૦ ॥
કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી એ વિષયમાં બની અંધ હું વિડંબના પામ્યો ઘણી તે પણ પ્રકાશ્યું આજ લાવી લાજ આપ તણી કને જાણો સહું તેથી કહું કર માફ મારા વાંકને
॥ ૧૧ ॥
નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને કુશાસ્ત્રનાં વાક્યો વડે, હણી આગમોની વાણીને કુદેવની સંગત થકી કર્મો નકામા આચર્યા મતિ ભ્રમથકી રત્નો ગુમાવી કાચ કટકા મેં ગ્રહ્યા
॥ ૧૨ ॥
આવેલ દૃષ્ટિ માર્ગમાં મૂકી મહાવીર આપને મેં મુઢધીએ હ્રદયમાં ધ્યાયા મદનના ચાપને નેત્રબાણો ને પયોધર નાભિ ને સુંદર કટી શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ જોયા અતિ
॥ ૧૩ ॥
મૃગનયન સમ નારીતણા મુખચંદ્ર નીરખવાવતી મુજમન વિશે જે રંગ લાગ્યો અલ્પ પણ ગૂઢો અતિ તે શ્રુતરુપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી
॥ ૧૪ ॥
સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતણો નથી ઉત્તમ વિલાસ કલાતણી દેદીપ્યમાન પ્રભા નથી પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું ચોપાટ ચાર ગતિતણી સંસારમાં ખેલ્યા કરું
॥ ૧૫ ॥
આયુષ્ય ઘટતું જાય તો પણ પાપબુદ્ધિ નવ ઘટે આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું બની મોહમાં મસ્તાન હું પાયા વિનાનાં ઘર ચણું
॥ ૧૬ ॥
આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી સર્વજ્ઞ સમ જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તો પણ અરે ! દીવો લઈ કૂવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે
॥ ૧૭ ॥
મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી ને શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાળ્યો નહિ પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યા જેવું થયું ધોબી તણા કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું
॥ ૧૮ ॥
હું કામધેનું કલ્પતરું ચિંતામણીના પ્યારમાં ખોટા છતાં ઝંખ્યો ઘણું બની લુબ્ધ આ સંસારમાં જે પ્રગટ સુખ દેનાર તારો ધર્મ મેં સેવ્યો નહિ મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ ! કર કરુણા કંઈ
॥ ૧૯ ॥
મેં ભોગ સાર ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહિ આગમન ઈચ્છ્યું મેં ધનતણું પણ મૃત્યુને પ્રીછ્યું નહિ મેં ચિંતવ્યું નહીં નરક કારાગૃહ સમી છે નારીઓ મધુબિંદુની આશા મહીં ભયમાત્ર હું ભૂલી ગયો
॥ ૨૦ ॥
હું શુદ્ધ આચારો વડે સાધુ હ્રદયમાં નવ રહ્યો કરી કામ પર ઉપકારનાં યશ પણ ઉપાર્જન નવ કર્યો વળી તીર્થના ઉદ્ધાર આદિ કોઇ કાર્યો નવ કર્યા ફોગટ અરે આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યા
॥ ૨૧ ॥
ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને દુર્જનતણા વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને તરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી તૂટેલ તળિયાનો ઘડો જળથી ભરાય કેમ કરી
॥ ૨૨ ॥
મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથજી ! ભૂત ભાવિને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયો સ્વામી ! ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો
॥ ૨૩ ॥
અથવા નકામું આપ પાસે નાથ શું બકવુ ઘણું હે દેવતાના પૂજ્ય ! આ ચારિત્ર મુજ પોતા તણું જાણો સ્વરુપ ત્રણ લોકનું તો મહારું શું માત્ર આ જ્યાં ક્રોડનો હિસાબ નહીં ત્યાં પાઈની તો વાત ક્યાં
॥ ૨૪ ॥
તારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ મારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતા જડે હે વિભુ મુક્તિ મંગળ સ્થાન તો ય મુજને ઈચ્છા ન લક્ષ્મી તણી આપો સમ્યગરત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાયે ઘણી
॥ ૨૫ ॥