સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૩ ગાથા

તારે દ્વારે આવી ને

ટેક

તારે દ્વારે આવી ને કોઈ ખાલી હાથે જાય ના કરુણાનિધાન કરુણાનિધાન…
આ દુનિયામા કોઈ નથી રે તુજ સરીખો દાતાર, અપરંપાર દયા છે તારી તારા હાથ હજાર, તારી જ્યોતિ પામીને કોઈ અંધારે અટવાય ના કરુણાનિધાન…
॥ ૧ ॥
શરણે આવેલાનો સાચો તું છે આધાર ડગમગતી જીવન નૈયાનો તું છે તારણહાર તારે પંથે જનારો કદીયે, ભવરણ માં ભટકાય ના કરુણાનિધાન…
॥ ૨ ॥
ખુટે નહીં કદાપી એવો તારો પ્રેમ ખજાનો મુક્તિનો મારગ બતલાવે, એવો પંથ મજાનો તારે શરણે જે કોઈ આવે, રંક પણ રહી જાય ના કરુણાનિધાન…
॥ ૩ ॥