સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૪ ગાથા

ટીલડી રે મારા પ્રભુજી ને શોભતી

ટેક

ટીલડી રે મારા પ્રભુજી ને શોભતી કેવી મેં તો ટીલડી ઘડાવી. ઓ પ્રભુજી મારા… ટીલડી રે…
ટીલડી ઘડાવવા હું તો સોની ઘેર ગ્યો'તો, સોનીડાએ ઘાટ રૂડા ઘડિયા. ઓ પ્રભુજી મારા… ટીલડી રે…
॥ ૧ ॥
ટીલડી ઘડાવવા હું તો ઝવેરી ઘેર ગ્યો'તો, ઝવેરીએ હીરા મોતી જડીયા. ઓ પ્રભુજી મારા… ટીલડી રે…
॥ ૨ ॥
એવી રે ટીલડી હું તો શંખેશ્વર લાવ્યો, શંખેશ્વરા પાર્શ્વને ચઢાવી. ઓ પ્રભુજી મારા… ટીલડી રે…
॥ ૩ ॥
દાદા તારી ટીલડીએ સૌના મન મોહ્યા, ભક્ત તણા અંતરિયા ખોલ્યા. ઓ પ્રભુજી મારા… ટીલડી રે…
॥ ૪ ॥