સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૩ ગાથા

તું મને ભગવાન એક વરદાન આપી દે

ટેક

તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન…
હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જીન્દગીનું નામ છે બસ બોજ ને બંધન આખરી અવતારનું મંડાણ બાંધી દે… જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન…
॥ ૧ ॥
આ ભૂમિમાં ખુબ ગાજે પાપના પડઘમ, બેસૂરી થઈ જાય મારી પુણ્યની સરગમ દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે… જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન…
॥ ૨ ॥
જોમ તનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ, જોમ જતા કોઈ અહિયાં ના કરે પોષણ મતલબી સંસારનું જોડાણ કાપી દે… જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન…
॥ ૩ ॥