સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૫ ગાથા

અમી ભરેલી નજરું રાખો

ટેક

અમી ભરેલી નજરું રાખો, મહાવીર શ્રી ભગવાન રે…
દર્શન આપો દુઃખડાં કાપો, મહાવીર શ્રી ભગવાન રે…
॥ ૧ ॥
ચરણ કમળ માં શીશ નમાવું, વંદન કરું મહાવીર રે દયા કરીને ભક્તિ દેજો, મહાવીર શ્રી ભગવાન રે…
॥ ૨ ॥
હું દુઃખિયારો તારે દ્વારે, આવી ઊભો મહાવીર રે આશિષ દેજો ઉરમાં લેજો, મહાવીર શ્રી ભગવાન રે…
॥ ૩ ॥
તારા ભરોસે જીવન નૈયા, હાંકી રહ્યો મહાવીર રે બની સુકાની પાર ઉતારો, મહાવીર શ્રી ભગવાન રે…
॥ ૪ ॥
ભક્તો તમારા કરે વિનંતી, સાંભળજો મહાવીર રે મુજ આંગણ માં વાસ તમારો, મહાવીર શ્રી ભગવાન રે…
॥ ૫ ॥