Mon, 9 Nov 2026| આસો વદ ૧૫| Sunrise 6:52 AM Navkarshi 7:40 AM Sunset 5:58 PM ગુજરાતી English
← All Stavan
Bhakti · 5 gathas

અંતરજામી સુણ અલવેસર

Antarjami Sun Alvesar

Composed by Acharya Shri Jinharshsuri Maharaj.

ટેકRefrain

સેવક અરજ કરે છે રાજ અમને શિવસુખ આપો; આપો આપો ને મહારાજ! અમને મોક્ષ સુખ આપો
અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો; સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણ દુઃખ વારો. સેવક…
॥ ૧ ॥
સહુ કોનાં મન વાંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો; એવું બિરુદ છે રાજ! તુમારૂં, કિમ રાખો છો દૂરે સેવક…
॥ ૨ ॥
સેવકને વલવલતો દેખી મનમાં મહેર ન ધરશો; કરુણાસાગર કેમ કહેવાશો, જો ઉપકાર ન કરશો સેવક…
॥ ૩ ॥
લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિશન દીજે; ધુંવાડે ધીજ્યું નહીં સાહિબ, પેટ પડ્યાં પતીજે સેવક…
॥ ૪ ॥
શ્રી શંખેશ્વર મંડન સાહિબ! વિનતડી અવધારો; કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો સેવક…
॥ ૫ ॥