Mon, 9 Nov 2026| આસો વદ ૧૫| Sunrise 6:52 AM Navkarshi 7:40 AM Sunset 5:58 PM ગુજરાતી English
← All Stavan
Bhakti · 7 gathas

દાદા આદેશ્વરજી

Dada Adeshwarji

ટેકRefrain

દાદા આદેશ્વરજી ઓ દાદા આદેશ્વરજી દુર થી આવ્યો દાદા દર્શન દિયો (૨ વાર)
કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવી ચડે પલાન (૨) કોઈ આવે પગપાળે, દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી..
॥ ૧ ॥
શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે પાલખી (૨) હું આવું પગપાળે દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી..
॥ ૨ ॥
કોઈ મુકે સોના રૂપા કોઈ મુકે મહોર (૨) કોઈ મુકે ચપટી ચોખા દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી..
॥ ૩ ॥
શેઠ મુકે સોના રૂપા, રાજા મુકે મહોર (૨) હું મુકું ચપટી ચોખા દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી..
॥ ૪ ॥
કોઈ માંગે કંચન કાયા કોઈ માંગે આંખ (૨) કોઈ માંગે ચરણો ની સેવા દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી..
॥ ૫ ॥
કોઢિયો માંગે કંચન કાયા, આંધળો માંગે આંખ (૨) હું માંગું ચરણો ની સેવા, દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી..
॥ ૬ ॥
હીર વિજય ગુરુ હીરલો ને વીર વિજય ગુણ ગાય (૨) શેત્રુંજય ના દર્શન કરતા આનંદ અપાર હા હા આનંદ અપાર, દાદા આદેશ્વરજી..
॥ ૭ ॥