Mon, 9 Nov 2026| આસો વદ ૧૫| Sunrise 6:52 AM Navkarshi 7:40 AM Sunset 5:58 PM ગુજરાતી English
← All Stavan
Bhakti · 3 gathas

દર્શન દેજો નાથ

Darshan Dejo Nath

ટેકRefrain

દર્શન દેજો નાથ… દર્શન દેજો નાથ ભક્તો તારા તને પોકારે.. દર્શન દેજો નાથ દર્શન દેજો નાથ…
અંતર થી તમે આશા પૂરજો, દુઃખડા સૌના હરજો દીનદયાળુ દાદા મારા.. રક્ષા સૌની કરજો ભૂલું ના તને નાથ.. છૂટે ના તારો સાથ ભક્તો તારા તને…
॥ ૧ ॥
પ્રભુ તારા ચરણોમાં હું.. માંગુ તારી સેવા શંખેશ્વરના પાર્શ્વપ્રભુજી.. હો દેવાધિદેવા લઈએ તારું નામ.. ધરીયે તારું ધ્યાન ભક્તો તારા તને…
॥ ૨ ॥
અમી ભરેલી આંખડી તારી વરસે અમૃતધારા કૃપાનિધિ કરુણાસાગર.. જગના પાલનહારા દેજો મોક્ષનું ધામ.. હૈયે પૂરજો હામ ભક્તો તારા તને…
॥ ૩ ॥