સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૪ ગાથા

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

રચના: શ્રી ચિત્રભાનુ.

ટેક

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે મૈત્રીભાવનું…
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે મૈત્રીભાવનું…
॥ ૧ ॥
દીન ક્રૂર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે કરુણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે મૈત્રીભાવનું…
॥ ૨ ॥
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું મૈત્રીભાવનું…
॥ ૩ ॥
ચિત્રભાનુની ધર્મ ભાવના, હૈયે સહુ માનવ લાવે વેર ઝેરના પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે મૈત્રીભાવનું…
॥ ૪ ॥