ટેકRefrain
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું,
એવી ભાવના નિત્ય રહે
મૈત્રીભાવનું…
ગુણથી ભરેલા ગુણીજન દેખી,
હૈયું મારું નૃત્ય કરે
એ સંતોના ચરણકમળમાં,
મુજ જીવનનું અર્ઘ્ય રહે
મૈત્રીભાવનું…
॥ ૧ ॥
દીન ક્રૂર ને ધર્મવિહોણાં,
દેખી દિલમાં દર્દ વહે
કરુણાભીની આંખોમાંથી,
અશ્રુનો શુભ સ્રોત વહે
મૈત્રીભાવનું…
॥ ૨ ॥
માર્ગ ભૂલેલા જીવન પથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું
કરે ઉપેક્ષા એ મારગની,
તોય સમતા ચિત્ત ધરું
મૈત્રીભાવનું…
॥ ૩ ॥
ચિત્રભાનુની ધર્મ ભાવના,
હૈયે સહુ માનવ લાવે
વેર ઝેરના પાપ તજીને,
મંગળ ગીતો એ ગાવે
મૈત્રીભાવનું…
॥ ૪ ॥