સોમવાર, ૯ નવેમ્બર| આસો વદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૫૨ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૮ ગુજરાતી English
← બધાં સ્તવન
ભક્તિ · ૫ ગાથા

મારો મુજરો લ્યોને રાજ

દરેક ગાથા પછી ટેક (મુખડું) ગાવું.

ટેક

મારો મુજરો લ્યોને રાજ, સાહિબ શાંતિ સલુણાં.
અચિરાજીના નંદન તોરે, દરિસણ હેતે આવ્યો; સમકિત રીઝ કરો ને સ્વામી, ભક્તિ ભેટણું લાવ્યો. મારો મુજરો લ્યોને રાજ…
॥ ૧ ॥
દુઃખભંજન છે બિરુદ તુમ્હારૂં, અમને આશ તુમ્હારી; તુમે નીરાગી થઈને છૂટો, શી ગતિ હોંશે હમારી. મારો મુજરો લ્યોને રાજ…
॥ ૨ ॥
કહેશે લોક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જો બોલી ન જાણે, તો કિમ વ્હાલો લાગે. મારો મુજરો લ્યોને રાજ…
॥ ૩ ॥
મ્હારે તો તું સમરથ સાહિબ, તો કેમ ઓછું માનું; ચિંતામણી જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું. મારો મુજરો લ્યોને રાજ…
॥ ૪ ॥
અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ, મોહતિમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, ‘રામ’ કહે શુભ ભગતે. મારો મુજરો લ્યોને રાજ…
॥ ૫ ॥