ટેકRefrain
મારો મુજરો લ્યોને રાજ,
સાહિબ શાંતિ સલુણાં.
અચિરાજીના નંદન તોરે,
દરિસણ હેતે આવ્યો;
સમકિત રીઝ કરો ને સ્વામી,
ભક્તિ ભેટણું લાવ્યો.
મારો મુજરો લ્યોને રાજ…
॥ ૧ ॥
દુઃખભંજન છે બિરુદ તુમ્હારૂં,
અમને આશ તુમ્હારી;
તુમે નીરાગી થઈને છૂટો,
શી ગતિ હોંશે હમારી.
મારો મુજરો લ્યોને રાજ…
॥ ૨ ॥
કહેશે લોક ન તાણી કહેવું,
એવડું સ્વામી આગે;
પણ બાળક જો બોલી ન જાણે,
તો કિમ વ્હાલો લાગે.
મારો મુજરો લ્યોને રાજ…
॥ ૩ ॥
મ્હારે તો તું સમરથ સાહિબ,
તો કેમ ઓછું માનું;
ચિંતામણી જેણે ગાંઠે બાંધ્યું,
તેહને કામ કિશ્યાનું.
મારો મુજરો લ્યોને રાજ…
॥ ૪ ॥
અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ,
મોહતિમિર હર્યું જુગતે;
વિમલવિજય વાચકનો સેવક,
‘રામ’ કહે શુભ ભગતે.
મારો મુજરો લ્યોને રાજ…
॥ ૫ ॥