Mon, 9 Nov 2026| આસો વદ ૧૫| Sunrise 6:52 AM Navkarshi 7:40 AM Sunset 5:58 PM ગુજરાતી English
← All Stavan
Bhakti · 2 gathas

નેમ રસ: સંસાર થી વિરતી રથ નો

Nem Ras: Sansar thi Virati Rath no

ટેકRefrain

સંસાર થી વિરતી રથ નો, ગિરનાર થી મુક્તિ પથ નો… (૨ વાર) સથવાર છે એક મારો, આધાર છે એક બસ… નેમ..નેમ..નેમ..નેમ રસ… (૪ વાર)
નેમ તું મારો પ્રેમ છે, સોંપ્યું તને આ જીવન, જોઈ તને પહેલીજ ક્ષણે, મોહાયું છે મારુ મન… (૨ વાર) ગિરનારી બ્રહ્મચારી જાઉં તુજ પર હું ઓવારી, મુક્તિનો વેશધારી રાજીમતિ બનું તારી, ભરથાર તું રેહજે મારો ભવોભવની છે તરસ, સથવાર છે એક મારો, આધાર છે એક બસ… નેમ..નેમ..નેમ..નેમ રસ… (૪ વાર)
॥ ૧ ॥
ગિરનાર તો એ ભૂમિ છે, જ્યાં શિવ વર્યા જીવ અનંત, અરિહંત સિદ્ધ મુનિ તર્યા, ધન્ય બન્યા સાધુ સંત… (૨ વાર) નેમિ નો હાથ ઝાલી બનું હું પ્રશમ વ્રતધારી, રૈવત નો સાથ પામી હવે બનવું મુક્તિગામી, પ્રભુ નેમ નો ગિરિ હેમ નો મારે બનવૂ છે વારસ, સથવાર છે એક મારો, આધાર છે એક બસ… નેમ..નેમ..નેમ..નેમ રસ… (૪ વાર)
॥ ૨ ॥