Mon, 9 Nov 2026| આસો વદ ૧૫| Sunrise 6:52 AM Navkarshi 7:40 AM Sunset 5:58 PM ગુજરાતી English
← All Stavan
Bhakti · 3 gathas

પ્રભુ તારું ગીત મારે ગાવું છે

Prabhu Taru Geet Mare Gavu Chhe

ટેકRefrain

પ્રભુ તારું ગીત મારે ગાવું છે પ્રેમનું અમૃત પાવું છે (૨ વાર) પ્રભુ તારું ગીત…
આવે જીવનમાં તડકા-છાંયા માંગુ હે પ્રભુ, તારી માયા ભક્તિના રસમાં ન્હાવું છે (૨ વાર) પ્રભુ તારું ગીત…
॥ ૧ ॥
ભવસાગરમાં નૈયા ઝૂકાવી ત્યાં તો અચાનક આંધી ચડી આવી સામે કિનારે મારે જાવું છે (૨ વાર) પ્રભુ તારું ગીત…
॥ ૨ ॥
તું વીતરાગી, હું અનુરાગી તારા સ્તવનની રટ મને લાગી પ્રભુ તારા જેવું મારે થાવું છે (૨ વાર) પ્રભુ તારું ગીત…
॥ ૩ ॥