ટેકRefrain
સિદ્ધાચલ ના વાસી, વિમલાચલ ના વાસી,
જીનજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા,
પ્રભુજી નું મુખડું મલકે, નૈનો માથી વરસે,
અમીરસ ધારા, આદિનાથ ને વંદન અમારા…
પ્રભુજી નુ મુખડુ છે મનકો મિલાકર,
દિલ મેં ભક્તિ કી જ્યોત જલાકર,
ભજલે પ્રભુને ભાવે, દુર્ગતિ કદી ના આવે,
જીનજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા…
॥ ૧ ॥
અમે તો મયાનગરના વિલાસી,
તમે છો મુક્તિ પુરી ના વાસી,
કર્મ બંધન કાપો, મોક્ષ સુખ આપો,
જીનજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા…
॥ ૨ ॥
ભમિને લાખ ચોરાસી હું આવ્યો,
પુણ્યે દર્શન તુમ્હારા હું પાયો,
ધન્ય દિવસ મારો, ભવના ફેરા ટાળો,
જીનજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા…
॥ ૩ ॥
અરજી ઉરમાં ધરજો અમારી,
અમને આશા છે પ્રભુજી તમારી,
કહે હર્ષ હવે, સાચા સ્વામી તમે, વંદન કરીયે તમે,
જીનજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા…
॥ ૪ ॥