Mon, 9 Nov 2026| આસો વદ ૧૫| Sunrise 6:52 AM Navkarshi 7:40 AM Sunset 5:58 PM ગુજરાતી English
← All Stavan
Bhakti · 5 gathas

તું પ્રભુ મારો, હું પ્રભુ તારો

Tu Prabhu Maro, Hu Prabhu Taro

ટેકRefrain

તું પ્રભુ મારો, હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને નાહી વિસારો, મહેર કરી મુજ વિનંતી સ્વીકારો, સ્વામી સેવક જાણી નિહાળો, તું પ્રભુ મારો, હું પ્રભુ તારો…
લાખ ચોરાસી ભટકી પ્રભુજી, આવ્યો હું તારે શરણે ઓ જીનજી, દુર્ગતિ કાપો, શિવસુખ આપો, સ્વામી સેવક જાણી નિહાળો તું પ્રભુ મારો, હું પ્રભુ તારો…
॥ ૧ ॥
અક્ષય ખજાનો પ્રભુ તારો ભર્યો છે, આપો કૃપાળુ મેં હાથ ધર્યો છે, વામાનંદન જગવંદન પ્યારો, દેવ અનેરા માંહી તું ન્યારો તું પ્રભુ મારો, હું પ્રભુ તારો…
॥ ૨ ॥
પલ-પલ સમરું નાથ શંખેશ્વર, સમરથ તારણ તું હી જિનેશ્વર, પ્રાણ થકી મુજ અધિકો વ્હાલો, દયા કરી મુજને નેહે નિહાળો તું પ્રભુ મારો, હું પ્રભુ તારો…
॥ ૩ ॥
ભક્તવત્સલ તારું બિરુદ જાણી, કેડ ના છોડું પ્રભુ લેજો જાણી, ચરણોની સેવા હું નિત નિત ચાહું, ઘડી ઘડી મન માંહે ઉમાહું તું પ્રભુ મારો, હું પ્રભુ તારો…
॥ ૪ ॥
જ્ઞાનવિમલ તુજ ભક્તિ પ્રભાવે, ભવોભવનાં સંતાપ શમાવે, અમીય ભરેલી તારી મૂર્તિ નિહાળી પાપ અંતરના દેજો પખાળી તું પ્રભુ મારો, હું પ્રભુ તારો…
॥ ૫ ॥