રવિવાર, ૮ નવેમ્બર| આસો વદ ૧૪| સૂર્યોદય સવારે ૬:૫૧ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૯ ગુજરાતી English
← બધાં પચ્ચક્ખાણ
ભક્તિ · સાંજ

દુવિહાર

ગુરુ પચ્ચક્ખાણ આપે ત્યારે પચ્ચક્ખાઇ … વોસિરઇ બોલાય છે; જાતે લેતી વખતે પચ્ચક્ખામિ … વોસિરામિ બોલવું (કૌંસમાં આપેલું છે).

ડ્રાફ્ટ: આ પાઠની સંઘ સાથે ચકાસણી ચાલુ છે. કોઈ ભૂલ જણાય તો સંઘ કાર્યાલયને જણાવશો.

આજે કાલરીમાં · રવિવાર, ૮ નવેમ્બર સાંજે ૫:૫૯ પહેલાં સમય કેવી રીતે ગણાય ›

ક્યારે

સૂર્યાસ્ત પહેલાં, બીજા દિવસના સવારના પચ્ચક્ખાણ સુધી.

પચ્ચક્ખાણ સૂત્ર

દિવસચરિમં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ); દુવિહં પિ આહારં - અસણં, ખાઇમં; અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઇ (વોસિરામિ).

શું છૂટ છે

અશન અને ખાદિમનો ત્યાગ; પાણી અને સ્વાદિમ (દવા કે મુખવાસ જેવું) લઈ શકાય.